लहसुन

લસણ કાપણીના પ્રારંભ સાથે ભાવની ચિંતા...
Thu, 26th Mar, 2020 10:54 pm

રમેશ ભોરણિયા તા.૨૪, સૌરાષ્ટ્રના બહું ઓછા વિસ્તારમાં વવાયેલા આગોતરા લસણનું બિટામણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. તેની સામે લસણના લેઇટ વાવેતરનો પાક જમીનમાંથી ખેડૂતો કાઢી રહ્યાં છે. રાજકોટના પડધરી તાલુકાના થોરિયાળી ગામના કેશુભાઇ પેઢડિયા (મો.99787 97123) જેવા ખેડૂતે પુરા વીસ દિવસ દાબે નાખેલ લસણનું બિટામણ કાર્ય શરૂ કર્યું છે. મોરબીના હળવદ તાલુકાના વાંકિયા (સમલી) ગામના મુકેશભાઇ પટેલ (મો.98256 89205) કહે છે કે લસણ પાકીને ઠેર થઇ ગયા છે. ખેડૂતો લસણ પાડવા લાગ્યા છે. બે દિવસ પછી વીસ દિવસની સૂરીમાં નાખી દેવાનું રહેશે. જામનગર હાપા અને રાજકોટ પીઠામાં છેલ્લે તાજા લસણના ભાવ રૂ.800 થી રૂ.1000 જાણ્યા હતા. મોરબીના જ ટંકારા તાલુકાના નાના રામપર ગામના બેચરભાઇ પાણ (મો.98255 20460) કહે છે કે પહેલા ઘઉં ઘર ભેળા કરી દઇએ, પછી પાકીને ઠેર થઇ ગયેલ લસણ કાઢવાનો વારો. હજુ દશ દિવસ પછી લસણ કાઢવાની વાત કરતાં હળવદના ઇશ્વરનગર ગામના પ્રફૂલભાઇ રાજપરા (મો.99799 46231) કહે છે કે અમારા ગામમાં છેલ્લા માવઠાં પછી લસણ વવાયું હતું. એ બધા લસણના ખેતરોમાં હાલ છેલ્લા પિયત ચાલું છે. આમાંના દરેક ખેડૂત સવાલ કરતાં હતા કે મધ્ય પ્રદેશમાં લાખ-સવા લાખ ગુણી લસણની કેમ આવક થતી હતી ? શું ત્યાં આવડો મોટો પાક થયો છે ? આ સવાલોનો જવાબ મધ્યપ્રદેશના જ ખેડૂતોની જબાને સાંભળો. મંદસૌર જિલ્લાના ગરોટ તાલુકાના દેથલી (ખૂર્દ) ગામના ખેડૂત બાપુલાલ કહે છે કે  અમારે ત્યાં ઘઉં, ધનિયા અને ચના બંને પાક તૈયાર થઇ ગયા છે. ઘઉંના ઠીકઠાક ભાવ છે, બાકી ધનિયા અને ચણાના ભાવ નીચા ઉતરી ગયા છે. ખેડૂતો પાસે એક માત્ર લસણ વેચવા માટે બચ્યું છે. લસણ સૂકવ્યા પછી મોડે વેચીએ તો એક ગુણીનો વજન 60 થી 62 કિલો થઇ જાય. એ જ લસણ તાજેતાજુ વેચીએ તો ગુણીનો વજન 75 થી 80 કિલો મલે છે. લસણના વાવેતર ઓછા છે, છતાં હવામાન સારૂ રહેતા પાક સારો છે. લસણની બજાર ગત વર્ષની તુલનાએ ઉંચી હોવાથી ખેડૂતને લસણ વેચવામાં જ ફાયદો મળે છે. આ કારણે એમપીના ખેડૂતો લસણ સંગ્રહ કરવાને બદલે વેચવાલ બન્યા છે. 
 


Photo Stories

મલેશિયા ખાતે પ્રાઇસ આઉટલૂક સેમિનારમાં અગ્રણી એનાલિસ્ટો...

મલેશિયામાં કુઆલા લમ્પુર ખાતે પ્રાઇસ આઉટલૂક સેમિનારના અંતિમ દિવસે વર્લ્ડના નામાંકિત એનાલિસ્ટોએ ખાદ્યતેલોના ભાવ વિશેના...

Thu, 09th Mar, 2017 07:02 am

More stories...

Gallery

What they say about us

© 2015 eCommodityWorld. All rights reserved. INDIA